૪-૯-૨૫ના દિવસે બપોરે 2 કલાકે ખેરાલુની વૃન્દાવન ચોકડી પર અંબાજી જતાં પદયાત્રી અને વાહનોનો ધસારો વધી જતાં 4 લેયરમાં ટ્રાફિકજામ સર્જાય જવા પામ્યો હતો. ખેરાલુ પોલીસ દ્વારા સતત ટ્રાફિકજામને ખુલ્લો કરાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. અંબાજી મેળો પુર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો હોય હવે સ્થાનિક લોકો અને સંઘ પણ અંબાજી જવા રવાના થતાં દર વર્ષે આ સ્થિતિ ઉભી થાય છે. હજૂં રાતના સમયે પણ લાંબો જામ લાગી જવાની શક્યતા રહેલી છે.