વડોદરા : પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જવાના રસ્તે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ કૃત્ય પાછળ માફિયા ગેંગની સંડોવણી હોવાનું સામે આવતા અત્યાર સુધીમાં કુલ છની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે માફિયા ગેંગના એડમીન સહિત ત્રણનું લોકેશન રાજસ્થાન અજમેરનું જાણવા મળતા રાજસ્થાન પોલીસને જાણ કરતા ઓપરેશન હાથધરી ત્રણેયને દબોચી લેવામાં આવ્યા છે.જેઓને લેવા પોલીસની ટીમો અજમેર જવા રવાના થઈ હતી.આજે આરોપીઓને વડોદરા લવાશે.