વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ નાઈટ પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન બાતમીના આધારે પડાણા જવાહ૨નગ૨ પુલીયા નજીક બાલાજી કાંટાની સામેના ભાગે રોડ ઉપર ટ્રેલર વાહનને રોકી તેના ડ્રાઇવરને પકડી, તેના કબ્જાનાં ટ્રેલર વાહનના કેબીનની બન્ને સાઈડમાં બનાવેલ લોખંડની બે મોટા બેરલોની ઝડતી કરતા તેમાં સી.પી.યુ. તેલ ભરેલ જોવામાં આવેલ જેથી ડ્રાઇવરને આ તેલનો જથ્થો પોતાના કબ્જામાં રાખવા સબંધે પુછપરછ કરતા ચોરીનો હોવાનું જણાવ્યુ