સ્વચ્છતા માટે જાણીતા સુરત શહેરના વરાછા વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરાછાના ભરતનગર વિસ્તારમાં આવેલી રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાની બહાર રોડ પર કચરાનો મોટો ઢગલો થયો છે. જેના કારણે શાળાએ આવતા બાળકો, વાહનચાલકો અને સ્થાનિક દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,શાળાએ આવતા બાળકોને નાક પર રૂમાલ બાંધીને આ ગંદકી પાસેથી પસાર થવું પડે છે. નાના બાળકો પણ આ ગંદકીના કારણે બીમારીઓ થતી હોવાનું કહી રહ્યા છે.