થરાદ તાલુકાના જાણદી નજીક ભારતમાલા હાઇવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાથી સ્થાનિક વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી છે. સામાન્ય વરસાદમાં પણ વારંવાર પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. ચાલુ વરસાદ દરમિયાન જાગૃત નાગરિકે રોડ પર ભરાયેલા પાણીનો વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ડ્રેનેજ સુવિધા સુધારવાની માંગ કરી છે.