નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામમાં ભારે વરસાદને કારણે આંતરિક માર્ગ ધોવાઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ખાટાઆંબાથી આંબાપાડા ફળિયાને જોડતો સ્મશાન માર્ગ તથા કોઝવે તૂટી જતાં ચાર ફળિયાના 500થી વધુ લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી પણ પરિસ્થિતિ વધુ વિકટ બની છે. ગ્રામજનો વહેલી તકે રસ્તાનું સમારકામ કરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે