પાટણ તાલુકાના ગજા ગામે આવેલ તળાવમાંથી આજે સાંજના સમયે અજાણ્યા ઇસમની લાશ મળી આવતા પોલીસે લાશને બહાર કાઢી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સ્થાનિક રહીશોએ જાણ થતા તેઓ તળાવમાં પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ.અર્થે સિવિલમાં ખસેડી હતી.