ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો વિદ્યાર્થીને મારવા માટે સાતથી આઠ જેટલા કિશોર આવ્યા હતા. બનાવની જાણ થતાં વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસને જાણ થતા ખોખરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. સમગ્ર મામલે ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે CCTV ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે.