દહેગામ પોલીસને બાતમી મળી હતી કે છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી કમલેશકુમાર કાવજી ભરાડા અમદાવાદથી પોતાના ઘરે જવા નેહરુ ચોકડી આગળ ઉભો છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે પહોંચી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ દહેગામ પોલીસ મથકે ગુનો નોંધાયેલ છે.