મૂળી તાલુકાના નળિયા ગામે રહેતા સૂરજભાઈ ભુપતભાઈ વાઘેલાને આગાઉ નરેન્દ્રસિંહ ઉર્ફે નંદુભા મહેન્દ્રસિંહ પરમાર સાથે માથાકુટ થયેલ હોય અને કોર્ટમાં કેશ ચાલુ હોય જે અંગેનું મનદુઃખ રાખી નરેન્દ્રસિંહ, ક્રિપાલસિહ પરમાર તથા બે અજાણ્યા ઈસમો દ્વારા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચારેય શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.