વડોદરા શહેરમાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનો મામલે મોટો ખુલાસો થયો છે.ભગવાન પર ઈંડા ફેંકનાર આરોપીઓને પોલીસ દ્વારા વી આઈ પી સુવિધા આપવામાં આવતી હોવાનો વીડિયો કેમેરામાં કેદ થયો છે.મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધી સહિત ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તે સમયે પોલીસની આરોપીઓ સાથેની સાઠગાંઠ ખુલ્લી પડી ગઈ હતી.