જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા છેતરપિંડીની ફરિયાદ નોંધાય હતી જેમાં ફરિયાદી એ jcb સસ્તા ભાવે લેવાની લાલચે મુન્ના મીરનો સંપર્ક કર્યો હતો મુન્ના મીર એ જેસીબી ની રકમ લઇ લીધી હતી અને લાંબો સમય વિતવા છતાં પણ જેસીબી ન આપ્યું અને રકમ પણ પરત ન કરી બાદમાં ફરિયાદીએ મુન્ના મીર ના ઘરે જતા ત્યાં મુનામીર તેના પુત્ર અને અન્ય એક શખ્સે ફરિયાદી પાસેથી 25,200 ની રકમ ઝૂંટવી લીધી હતી. અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી.