છોટાઉદેપુર જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં યોજાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સ્થિત ભાદરણ બાકરોલ સંસ્થાનું શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે. જ્યાં હજારો હરિભક્તો વર્ષોથી દર્શન અને પ્રસાદીનો લ્હાવો લે છે. જ્યાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરાય છે. આજે પણ હિંડોળાનું આયોજન કરાયું હતું. જેમાં હજારો હરિભક્તો ઊમટી પડયા હતા.