ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં સુવિધા નગર સોસાયટીમાં રહેતા શિક્ષક દિનેશકુમાર મણિલાલ પટેલીયાએ એ ડિવિઝન પોલીસ મથકે જાણવાજોગ નોંધાવી છે કે તેમની પત્ની ઉર્મિલાબેન દિનેશકુમાર પટેલીયા 20 ઑગસ્ટની મોડીરાત્રે કોઈને કશું કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારથી પરત ફર્યા નથી. પરિણીતા ગુમ થતા પરિવારમાં ચિંતાનો માહોલ છે. પોલીસએ જાણવાજોગ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.