રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતી, તેના બદલે હવેથી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર આગામી તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫થી કરવાની રહેશે. આ પોર્ટલ બપોરે ૧૨.૦૦ કલાકથી કાર્યરત થશે, તેમ આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર CRS Portal પર જન્મ અને મરણના બનાવોની નોંધણી સરળતાથી થઇ શકશે.