ભાદરવી પૂનમના અંબાજી મેળામાં ખેરાલુ ડેપોએ 45 બસો મુકી હતી જેમાં 40115 મુસાફરોએ લાભ લેતા 33,08,804 રૂપિયાની આવક થઈ છે. ડેપો દ્વારા કુલ 78370 કિલોમીટર ફરીને 1001 ટ્રીપ લગાવતા અંબાજી જવા અને પરત આવતા મુસાફરોથી આવક થવા પામી છે. મેળાના લીધે લોકલ રૂટ બંધ કરાયા હતા એ હવે રાબેતા મુજબ કરાતા રોજની મુસાફરી કરતા પાસ ધારકો અને વિદ્યાર્થીઓની હાલાકીનો અંત આવ્યો છે.