ભિલોડા તાલુકાના બોરનાલા ગામમાં આજે પણ પાયાની સુવિધાનો અભાવ છે.ગામમાં જલસે નલ હોવા છતાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે,સ્મશાન જવાનો રસ્તો ખસ્તાહાલ છે,આંગણવાડી કંડમ હાલતમાં છે અને આરોગ્ય સહિત માર્ગ સુવિધાનો અભાવ છે. મોબાઇલ નેટવર્ક ન હોવાથી ગ્રામજનોએ રાશન રજીસ્ટ્રેશન અને બાળકોને શિક્ષણમાં હાલાકી વેઠવી પડે છે.સરકાર દ્વારા બોર્ડર વિલેજ માટે ગ્રાન્ટ ફાળવવા છતાં તેનો લાભ ગામે ન મળ્યાનો આક્ષેપ કરી ગ્રામજનોએ બોરનાલાને અલગ ગ્રામ પંચાયત ફાળવવાની માંગ કરી છે.