વાંસદા તાલુકાના વાંદરવેલા ઉતારા ફળીયામાં દુઃખદ બનાવ સામે આવ્યો છે. રિતેશ મોહનભાઈ પટેલ (ઉંમર 33)એ પોતાના ઘરની અગાસી ઉપર બનાવેલ લોખંડની એંગલવાળી પેજારીમાં નાયલોનની દોરડીનો એક છેડો એંગલ સાથે બાંધી બીજો છેડો પોતાના ગળામાં બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ 25 ઑગસ્ટ 2025ની સવારે 8 થી 9:30 વાગ્યા વચ્ચે બન્યો હતો અને બપોરે 2:30 કલાકે તેની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની તપાસ વાંસદા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. સી.એલ. મોહિતે કરી રહ્યા છે.