વાપી નામધા ખાતે ચાલીમાં રહેતા અને વેલ્ડીંગ કામ કરતા બ્રિજમોહન પાંડેનો મોબાઇલ ચોરી જવા પામ્યો છે. 19 ઓગસ્ટે દિવસભર મજૂરી કર્યા બાદ રાત્રે મિત્રો સાથે જમ્યા પછી તેઓ દરવાજો ખોલીને જ સૂઈ ગયા હતા. સવારે ઊઠતા મોટોરોલાનો કિમત રૂ. 5000નો ફોન રૂમમાંથી ગુમ જણાયો. ઘણી શોધખોળ બાદ મોબાઇલ ન મળતા ઓનલાઇન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.