ગોધરા શહેરમાં ગઈકાલે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ. યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં પોલીસ સાથે સામાજિક આગેવાનો અને વોલન્ટીયર્સે પણ ખભેખભો મિલાવીને સહયોગ આપ્યો હતો. વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થયા બાદ પોલન બજાર ખાતે ગોધરા રેન્જ IG આર.વી. અસારી અને નગર પાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણે મુસ્લિમ સમાજના આગેવાનો અને વો