થરાદ તાલુકાના ઇઠાટા ગામમાં તાજેતરના પૂરે ભારે તબાહી મચાવી છે. ખેડૂતોના બાજરી, જુવાર, એરંડા અને શાકભાજીના પાક સંપૂર્ણપણે નષ્ટ થયા છે. પશુધન અને ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગઈ છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, બાજરી, સિમેન્ટ અને ખાતરની થેલીઓ પણ પાણીમાં નાશ પામી છે. આ નુકસાનીની ગંભીરતા એટલી છે કે સમગ્ર વિસ્તારના ખેડૂતોની આજીવિકા જોખમમાં મુકાઈ છે. અત્યાર સુધી કોઈ સરકારી અધિકારી નુકસાનીનું સર્વેક્ષણ કરવા આવ્યા નથી.