રાજકોટ: ગણેશ વિસર્જનને લઈને આજે શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને આજીડેમ ચોકડીથી લઈને હુડકો ચોકડી સુધીના રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા. ગણેશ વિસર્જન માટે ગણપતિની પ્રતિમાઓ લઈને મોટી સંખ્યામાં લોકો આજીડેમ તરફ જઈ રહ્યા હોવાથી રસ્તા પર ભારે ભીડ જોવા મળી હતી. ટ્રાફિકની સમસ્યાને ઓછી કરવા માટે પોલીસે પણ પ્રયાસો હાથ ધર્યા હતા