પખાજણ ગામ નજીક એક કરૂણ હિટ એન્ડ રનની ઘટનાની સાક્ષી બની. પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઇનોવા કારે એક નિર્દોષ શ્રમિકને ટક્કર મારી હતી. જેના પરિણામે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પરંતુ વાગરા પોલીસની ત્વરિત અને સઘન કાર્યવાહીથી તેને મોડી રાત્રે ઝડપી પાડવામાં આવ્યો હતો.