આજે તારીખ 27/09/2025 શનિવારના રોજ સાંજે 6.30 કલાકે મળતી માહિતી મુજબ બાઇક ચાલકને ગંભીર ઈજાઓ તેમજ ફોર વ્હીલર વાહન અકસ્માત સર્જી ફરાર.કાળીગામ ઇનામીમા રહેતા વીપસીંગભાઈ કોર્ટમા મુદત હોઈ પોતાની બાઇક પલ્સર GJ-06-FJ-1947 લઈને ઝાલોદ આવેલ હતા અને ઝાલોદ ખાતેનું કામ પતાવી તેઓ પરત પોતાના ગામે બાઇક લઇ જઈ રહેલ હતા ત્યારે નાનસલાઈ રોડ પર આવેલ આરવ ટાઈલ્સની દુકાન સામે થી પસાર થઈ રહેલ હતા ત્યારે એક લાલ કલરની ફોર વ્હીલર ગાડી બાઇકને પાછળથી ટક્કર મારી નાસી છૂટેલ હતો.