ગોધરા શહેરમાં સુલેમાની મસ્જિદ પાસે ઈકબાલ અબ્દુલ હમીદ દુર્વેશે ઝેર પી આપઘાત કર્યો હતો. તેમને મહેફૂઝા ઈકબાલ દુર્વેશ અને મુન્ની અબ્દુલ કાદીર પાતળીયા દ્વારા મારવા સુધીનું દુષ્પ્રેરણ અને માનસિક ત્રાસ અપાતા તેઓએ આ પગલું ભર્યું. 28 ઓગસ્ટે ઝેર પી તેઓને સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. મૃતકના ભાઈ અલ્તાફ દુર્વેશની ફરિયાદ આધારે બંને સામે આપઘાત પ્રેરણાનો ગુનો 9 સપ્ટેમ્બરે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયો.