મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે મસ મોટા જીવલેણ ખાડાઓને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી. ત્યારે સ્થાનિક યુવાનોએ આ ખાડામાં બ્લોક અને પથ્થરો નાખીને ખાડા બુરી નાખ્યા છે. જેથી કોઈ વાહનનું ટાયર તેમાં ફસાઈ નહિ. ઉપરાંત બાઇક ચાલકો માટે તો આ ખાડા જીવલેણ સાબિત થાય તેવા હતા. સ્થાનિકોની ખાડા બુરવાની આ જહેમતને પરિણામે હવે અહીં જીવલેણ અકસ્માત સર્જાવાની શક્યતા ઘટી છે.