જામનગર જિલ્લામાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જામજોધપુર પંથકમાં ગયકાલે પડેલા વરસાદની વાત કરવામાં આવે તો વાંસજાળીયામાં 23 મી.મી. વરસાદ પડ્યો હતો જ્યાંરે શેઠ વડાળામાં 12 મી.મી. સમાણામાં 9 મી.મી., જામવાડીમાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે