વડોદરા : શહેર નજીક આવેલા જાંબુઆ બ્રિજ નીચેની ચોકડી અકસ્માત ઝોન બની છે,તેવામાં આજે વધુ એક અકસ્માતની ઘટના બની હતી. વડોદરાથી ઝઘડિયા અપડાઉન કરી રહેલા કર્મચારીઓની ફિઝિકલી હેન્ડીકેપ પાર્સિંગની કારને ખાનગી લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા કારને મોટું નુકસાન થયું હતું.સદનસીબે કારમાં સવાર કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો.જ્યારે સ્થાનિક પોલીસે લકઝરી બસના ચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથધરી હતી.