મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં, હળવદની "રંગીલું હળવદ" ટીમે રાસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. ૨૧ થી ૫૯ વર્ષના વયજૂથ માં યોજાયેલી આ સ્પર્ધામાં, હળવદ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા અને અન્ય ગૃહિણીઓ સહિત કુલ ૧૬ બહેનોની આ ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના તમામ પાંચ તાલુકામાંથી ટીમોએ ભાગ લીધો હતો.