નગર પાલિકા દ્વારા કરવામાં આવતી દરેક કામગીરી અને રાજકીય પ્રતિનિધિ દ્વારા એ કામગીરી કઈ રીતે પૂરી કરવામાં આવતી હોય છે એની સમગ્ર પધ્ધતિ જાણવા માટે તથા તે કામગીરી રૂબરૂ જોવા માટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી - ગાંધીનગરના વિધાર્થીઓ અને પ્રોફેસરો અંજાર આવ્યા હતા. વિધાર્થીઓએ આજ રોજ સવારે 11:00 વાગે અંજાર નગરપાલિકા મઘ્યે પ્રજા અને પ્રતિનિધિ વચ્ચેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો.