આજે ગુરુવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર પોલીસમાં હુમલા અંગે ફરિયાદ નોંધાઈ હતી.જેમાં થલતેજમાં રહેતા વૃદ્ધ પર મોટા ભાઈ અને ભત્રીજાએ હુમલો કર્યો હતો.અમારા વિરુદ્ધ ફરિયાદો કરે છે તેમ કહી છરીથી હુમલો કરતા 66 વર્ષીય વાઘજીભાઇ દેસાઈને ઈજા પહોચી હતી.ત્યારે ભરત દેસાઈ અને હરજીભાઈ દેસાઈ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.