રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે શહેરની 22 નવી જનરક્ષક અને 30 જેટલી નવી બોલેરો ગાડીઓનું ફ્લેગ ગુરૂવારના રોજ અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી કરવામાં આવ્યું હતું.જ્યાં તમામ ગાડીઓને એકસાથે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.નવીન ગાડીઓ શહેર પોલીસને મળતા જ કામગીરીમાં પણ ઝડપી વેગ આવશે.એટલું જ નહીં અત્યંત જરૂરી સમયે તાત્કાલિક સ્થળ પર પોહચવામાં પણ મદદરૂપ બની રહેશે.જ્યાં રાજ્યગૃહ મંત્રીએ શહેર પોલીસને અભિનંદન પણ પાઠવ્યા હતા.