Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: ફૂડ વિભાગની ટીમ દ્વારા ગણેશ ઉત્સવમાં ટનબંધ વેંચાતા લાડુના નમુના લેવાનું શરૂ

Rajkot East, Rajkot | Aug 29, 2025
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગણેશ ઉત્સવના તહેવારને અનુલક્ષીને પ્રસાદ તરીકે વિતરણ થતા લાડુના ઉત્પાદકોના એકમોની હાઈજેનિક કન્ડિશન તથા લાડુ માટે વપરાશમાં લેવાતા રો-મટિરિયલ તપાસવાનું શરૂ કરાયું છે. લાડુમાં મિકસ કરાતા કલર, સ્વીટનર, અલગ અલગ પ્રકારના લોટની ગુણવતા ચકાસવા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ચાર ઉત્પાદકો પાસેથી મોતીચૂર લાડુના ચાર નમુના લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us