દેશભરના કરોડો EPS-95 આધારિત નિવૃત્ત કર્મચારીઓને મળી રહેલા મામૂલી પેન્શન મુદ્દે 'કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત કર્મચારી મંડળ' દ્વારા સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. જૂનાગઢ ખાતે ભવિષ્ય નિધિ કચેરીને આવેદનપત્ર સુપરત કરીને, EPS-95ના પેન્શનરોએ લઘુત્તમ પેન્શન ₹7,500 અને મેડિકલ ભથ્થું આપવાની માંગ કરી છે. મંડળે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આ મુદ્દે તાત્કાલિક યોગ્ય નિર્ણય નહીં લે તો દેશભરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે.