છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી છે. બોડેલી તાલુકાના જોજવા ગામ પાસે હાડબંધ ઓવરફ્લો થયો અને 10 જેટલા પગથિયા ઓરસંગ નદીના પાણીમાં ડૂબ્યા છે. છોટાઉદેપુર જીલ્લાની તમામ નદીઓ નર્મદા નદીમાં સમાતી હોવાથી નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહેતી હોવાથી છોટાઉદેપુર જિલ્લાની નદીઓનું પાણી નર્મદામાં સમાતું નથી જેના કારણે જળસ્તર વધી રહ્યા છે.