અમદાવાદના પાલડી પોલીસે સાયબર ક્રાઈમની દુનિયામાં એક ચોંકાવનારી સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક ગેંગ OTP વિના જ લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતી હતી. આ ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે અદ્યતન ટેકનિકલ રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટ્રેક કરીને અથવા અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા બેંક એકાઉન્ટની વિગતો મેળવી, 29 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ આચરી હતી.