મૃતકનાં પરિવારજનો સહિત 15 લોકોનાં નિવેદન લેવાયાં અમદાવાદની ખોખરાની સેવન્થ ડે હાઇસ્કૂલ હત્યા મામલે ક્રાઇમ બ્રાંચે બે સગીરની અટકાયત કરી છે. આ કેસની તપાસમાં હત્યા કરનાર વિદ્યાર્થીએ કટરનું કીચેઇન બનાવી લીધું હતું અને તે એક વર્ષથી પોતાની પાસે રાખતો હોવાની વાત પણ સામે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે 24 કલાકની તપાસ દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્ટાફનાં નિવેદનો લીધાં.