છોટાઉદેપુર જિલ્લામાં “નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત તા.૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી ત્રણ દિવસીય ‘રમતોત્સવ’ની આયોજન કરવામાં આવ્યુ છે. છોટાઉદેપુર જિલ્લામાં યુવાનોમાં રમત ગમત પ્રત્યે રુચિ વધે, સ્પર્ધાના માધ્યમથી સ્પોર્ટ્સ કલ્ચર ઊભું થાય, ખેલાડીઓને શાળા-કોલેજ-ગામથી આગળ વધીને રાજય કે રાષ્ટ્રીય સ્તરે રમત ક્ષેત્રે આગળ વધે તેમજ યુવાનોની તંદુરસ્તી સારી રહે તેવા ઉમદા હેતુથી ‘રમોત્સવ’નું આયોજનનો કરવામાં આવ્યું છે.