ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણના ભાગરૂપે ગાંધીનગર પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 154 ગુનાઓમાં જપ્ત થયેલી રૂ. 2.38 કરોડની કિંમતની 82 હજારથી વધુ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો નભોઈ-કોબા કેનાલ પાસે રોડ પર પાથરીને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો.