સુરત ગ્રામ્ય પોલીસે 'ફિટ ઇન્ડિયા' મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ કરી છે. 'સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમ અંતર્ગત કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ગ્રામ્યના નવા નિયુક્ત એસપી રાજેશ ગઢિયાએ પોતે સાયકલ ચલાવીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સાથે જિલ્લાના તમામ ડિવિઝનના ડીવાયએસપી અને વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ જોડાયા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની પણ ભાગીદારી રહી હતી.