સુરત શહેર ક્રાઈમ બ્રાંચે અમરોલીમાં આવેલા કોસાડ આવાસમાં ગેરકાયદેસર રીતે એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરતા એક દંપતીને ઝડપી પાડ્યું છે. પોલીસે તેમની પાસેથી રૂ. ૧,૨૩,૫૦૦/- ની કિંમતનું ૧૨.૩૫૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, વેચાણના રોકડા રૂ. ૧,૦૭,૯૦૦/- અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨,૪૧,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે મોહસિન અહમદ પટેલ અને તેની પત્ની સમીમ પટેલને એમ.ડી. ડ્રગ્સના વેચાણ કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.