નવસારી જિલ્લાના વાંસદાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી આદિજાતિ મોરચાના પિયુષ પટેલની હાજરીમાં ગંગાસ્વરૂપ બહેનોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવેલી છે તે દરમિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.