હળવદ પોલીસ સ્ટેશને દેશી દારૂના ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા હેઠળ ડિટેઈન કરી જેલ હવાલે કર્યા છે. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ બંને આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. આદેશ મળતાની સાથે જ હળવદ પોલીસે તાત્કાલિક બે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સુંદરગઢ ગામના રહેવાસી અશ્વિન ચંદુભાઈ ખાંભડીયા અને કિશન બેચરભાઈ ખાંભડીયાની અટકાયત કરી પાસા એક્ટ હેઠળ જેલમાં ધકેલી દીધા છે.