રાજકોટ: ભારતીય ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પુજારાએ પોતાના લાંબા અને સફળ કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય લીધો છે.નિવૃત્તિની જાહેરાત કરતાં ચેતેશ્વર પુજારાએ જણાવ્યું કે, "મેં મારા પરિવાર સાથે ચર્ચા કરીને આ મોટો નિર્ણય લીધો છે. મારા માટે 2018ની ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી હંમેશા યાદગાર રહેશે."