ગુરૂવારના 8 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના આરપીએફ રોડ ઉપરથી પસાર થઈ રહેલી એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડે ઉતરી જતા કાદવમાં કાર ફસાઈ હતી ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.અને કલાકની ભારે જહમત બાદ ધક્કો મારી કારને બહાર કાઢવામાં આવી હતી. જોકે અગાઉ પણ આ જગ્યા ઉપર એક ટ્રેક્ટર અને ટેમ્પો પણ ફસાયો હતો.