શુક્રવારે બપોરના સમય દરમિયાન પોસ્કોના કેસનો આરોપી નવી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો.શુભમ શર્મા નામનો આરોપી ભાગી છુટતા પોલીસ દોડતી થઈ હતી.આરોપી વિરુદ્ધ ચોક બજાર પોલીસ મથકમાં પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જ્યાં આરોપીને કોર્ટમાં ખેંચ આવતા 108 મારફતે સિવિલહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટ્રીટમેન્ટ બાદ તે સૂઈ રહ્યો હતો.એકાએક આરોપી પોલીસને ચકમો આપી ભાગી છુટ્યો હતો.