થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલમાં આજે એક વધુ એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને ઢીમા પુલ પાસેથી મૃતદેહ મળ્યાની માહિતી મળી હતી.ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક આધેડની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. મૃતદેહ પાસેથી કોઈ ઓળખપત્ર કે અન્ય પુરાવા મળ્યા નથી.