કેશોદના ઉપરવાસમાં વરસાદ ભારે વરસવાને લઈને કેશોદ નો ઘેડપંથક જળબંબાકાર થયો હતો ત્યારે ખીરસરા ગામે જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે રોડ ઉપર પાણી ફરી વળવા ને લઈને વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શક્યા ન હતા. જેને લઇ વિદ્યાર્થીઓને બે દિવસનો અભ્યાસ પણ બગડ્યો હતો ત્યારે આજે રોડ ઉપરથી પાણી ઉતરતા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્કૂલે ગયા હતા અને વિદ્યાર્થીઓએ આ રોડ રસ્તા ઊંચા બનાવવા માંગ કરી હતી