વાંસદાની કોટેજ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ માટે 30 લાખના ખર્ચે એક્સ-રે મશીન તેમજ લેબોરેટરી વિભાગ માટે આધુનિક મશીનો સહિત જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી દર્દીઓને વધુ સુવિધા અને ઝડપી સારવાર મળી રહેશે.