વડોદરામાં ગયા મહિને ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એકાએક બ્રિજ તૂટી પડતા 20થી વધુ લોકોએ પોતાની જીવ ગુમાવ્યો હતો. જોકે, આ દરમિયાન બ્રિજના છેડે એક ટેન્કર અટવાઈ ગયું હતું. ટેન્કરના માલિક દ્વારા છેલ્લાં ઘણાં સમયથી તેને ઉતારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે જતા છેક વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર નીચે ઉતારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.